Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડયો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:5
26 Iomraidhean Croise  

એલિશાએ પાછળ નજર ફેરવીને તેમને જોયાં, ને યહોવાને નામે તેઓને શાપ દીધો. પછી બે રીંછડીઓએ વનમાંથી આવીને તેઓમાંનાં બેતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું, “હું મારે ઘેર ઈશ્વરનો કોશ કેમ કરીને લાવું?”


તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન


પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.


તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”


હું ભવિષ્ય કહેતો હતો એટલામાં બનાયાનો દીકરો પલાટ્યા મરણ પામ્યો. ત્યારે હું ઊંધો પડ્યો, ને મેં મોટે સ્વરે બૂમ પાડીને કહ્યું, “અરેરે પ્રભુ યહોવા! શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


હવે જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે, અને તને સૂર્યનાં દર્શન થશે નહિ.” ત્યારે એકાએક ધૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં. અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.


બધાં ભયભીત થયાં, અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો, તથા ચમત્કારો થયાં.


પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી, તોયે લોકો તેઓને માન આપતા.


તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે, પ્રેમથી તથા નમ્રતાથી આવું?


જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી ન વર્તું, એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું.


મેં આગળથી કહ્યં છે, અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હુતું તેમ હું હમણાં ગેરહાજર છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે, જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહિ.


કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્‍ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની [તમારી] કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.


અને સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે, ને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્યે કરશે નહિ.


અને તેના નગરમા સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયલી લોકો તે સાંભળીને બીશે.


ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આ નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


જો કોઈ તેઓને ઇજા કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan