Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે કેટલીક મુદત ઉપર થ્યુદાએ બળવો કરીને કહ્યું, ‘હું એક મહાન પુરુષ છું, ’ તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યો ગયો, અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ જઈને નાશ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 કેટલાક સમય પહેલાં થ્યુદા નામનો એક માણસ થઈ ગયો. પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ ચારસો માણસો તેની સાથે જોડાયા હતા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા, એટલે તેની ચળવળ ખતમ થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:36
14 Iomraidhean Croise  

કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


એ માટે જો તેઓ તમને કહે, જુઓ, તે રાનમાં છે’, તો બહાર ન જતા; ‘જુઓ, તે ઓરડીઓમાં છે’, તો ન માનતા.


કેમ કે, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે, ને તેઓ ઘણાને ભુલાવશે.


જે મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?”


પછી તેણે તેઓને કહ્યું, “ઓ ઇઝરાયલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિષે સાવચેત રહો.


પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો.


પણ જેઓ કેટલેક દરજજે પ્રતિષ્ઠિત ગણાતા હતા (તેઓ ગમે તેવા હતા, તેની મને કંઈ પરવા નથી; ઈશ્વર કોઈ માણસની શરમ રાખતા નથી)-હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહિ.


કેમ કે જયારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.


તેઓ કચકચ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે (તેઓ મોઢે ગર્વિષ્ઠ [વચનો] બોલે છે). તેઓ પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.


પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના શ્વાપદ પર એક સ્‍ત્રીને બેઠેલી જોઈ. તે શ્વાપદ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું. તેને સાત માથાં તથા દશ શિંગડા હતાં.


તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે “મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”


Lean sinn:

Sanasan


Sanasan