Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:24
17 Iomraidhean Croise  

દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મંત્રણા કરી.


જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, “જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું?


તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”


તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, “આ શું હશે?”


તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર, તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા.


તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા.


અમે બંદીખાનાને સારીપેઠે બંધ કરેલું, તથા ચોકીદારોને બારણા આગળ ઊભા રહેલા જોયા. પણ અમે બારણું ઉઘાડ્યું ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યો નહિ.


એટલામાં એક જણે આવીને તેઓને ખબર આપી કે, “જુઓ, જે માણસોને તમે બંદીખાનામાં પૂર્યા હતા, તેઓ તો મંદિરમાં ઊભા રહીને લોકોને બોધ કરે છે.”


ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, રખેને તેઓ અમને પથરા મારે.


Lean sinn:

Sanasan


Sanasan