Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:17
25 Iomraidhean Croise  

ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”


પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો, અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, ‘પ્રબોધ કરશો નહિ.’


એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ‍ચોરી જાય, ને લોકોને એમ કહે કે, ‘મૂએલાંઓમાંથી તે ઊઠ્યો છે;’ અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.”


અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.”


પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી.


તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા.


હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?


“અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ, તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા ઉપર મૂકવા માગો છો.”


વળી, માલિકો, તમે તેઓની સાથે એમ જ વર્તો, ધમકી [આપવાનું] છોડી દો. અને આકાશમાં તેઓનો તેમ જ તમારો પણ [એક જ] માલિક છે, અને તેમની પાસે પક્ષપાત નથી [એમ જાણો].


કેમ કે માત્ર મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાઈ એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો. એ વિષે અમારે કંઈ કહેવાની અગત્ય નથી.


તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.


Lean sinn:

Sanasan


Sanasan