Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 એમ તમે જીવનદાતાને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુના નામને પ્રતાપે જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 3:15
29 Iomraidhean Croise  

એ વાતના સાક્ષીઓ તમે છો.


તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું.


હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”


કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું.


તે સર્વ વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેમના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ.


તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું.


એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.


કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”


તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મૂએલાંમાંથી ઉઠાડયા,


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખદ્વારા પરિપૂર્ણ કરે.


અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.


વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.


તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


Lean sinn:

Sanasan


Sanasan