પ્રે.કૃ. 28:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ તેઓ ધારતા હતા કે, હમણાં તેને સોજો ચઢશે, અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું, “તે તો કોઈ દેવ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!” Faic an caibideil |