Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો, અને જેઓ તેને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદરસત્કાર કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પાઉલ ભાડાના મકાનમાં બે વર્ષ સુધી રહ્યો, અને તે તેને મળવા આવનાર બધાનો સત્કાર કરતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 (પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:30
14 Iomraidhean Croise  

ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી “યર્મિયાને ચોકીમાં રાખવો.” નગરમાંથી સર્વ રોટલી થઈ રહી, ત્યાં સુધી ભઠિયારાઓના મહોલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો.


પછી તેઓએ યર્મિયાને દોરડાં વડે ઉપર ખેંચી કાઢયો, ને ટાંકામાંથી તેને બહાર લાવ્યા. ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.


તેમણે તેઓને કહ્યું, “આવીને જુઓ.” માટે તેઓ ગયા, અને તે જ્યાં રહેતા હતા તે સ્થળ જોયું; અને તે દિવસે તેઓ તેમની સાથે રહ્યા. તે વખતે આશરે દશમી હોરા થઈ હતી. (એટલે બપોર પછી ચાર વાગ્યા હતા.)


આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


પણ બે વરસ પછી ફેલિકસને સ્થાને પોર્કિયસ ફેસ્તસ આવ્યો, અને યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી ફેલિકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.


અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.


[તેણે એ વાતો કહી ત્યાર પછી યહૂદીઓ અંદરોઅંદર ઘણો વાદવિવાદ કરતા કરતા ચાલ્યા ગયા.]


તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરતો તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતો હતો. ?? ?? ?? ?? 1


અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.


ફટકા [ખાઈને] , કેદ [ભોગવીને] , હંગામા [સહીને] , કષ્ટ [વેઠીને] ;


કેમ કે ખ્રિસ્તને લીધે જે મારાં બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં


પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢીને તે મને મળ્યો.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


Lean sinn:

Sanasan


Sanasan