Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ તમારી માન્યતા શી છે તે તમારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ. કેમ કે આ પંથની વિરુદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે. એવું અમે જાણીએ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે. અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:22
14 Iomraidhean Croise  

તેં ઘણી બાબતો જોઈ છે, પણ તેમને નિહાળીને જોઈ નથી; તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.


શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે.


પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું, “તેઓની સુન્‍નત કરાવવી જોઈએ, તથા મૂસાનું નિયમશાસ્‍ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.”


પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.


વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો.


પણ પ્રમુખ યાજક તથા તેના સર્વ સાથીઓ (જેઓ સાદૂકી પંથના હતા), તેઓને બહુ ઈર્ષા આવી,


પ્રથમ તો, આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan