Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એ જ કારણથી મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશાને લીધે હું આ સાંકળથી બંધાયેલો છું”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 એટલા જ માટે હું તમને મળવા તેમ જ તમારી સાથે વાત કરવા માગતો હતો; કારણ, ઇઝરાયલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો. હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:20
18 Iomraidhean Croise  

યરુશાલેમના તથા યહૂદિયાના જે સર્વ બંદીવાનોને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓમાં યર્મિયાને સાંકળે બાંધેલો હતો, તેને રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને રામામાં છોડી દીધો, ત્યાર પછી યહોવાનું જે વચન તેની પાસે આવ્યું તે.


તેથી જ જ્યારે મને તેડવામાં આવ્યો, ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો, માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છે?”


માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”


ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી. પછી તેણે પૂછ્યું, “એ કોણ છે, અને એણે શું કર્યું છે?”


પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.”


ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.


પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા [પ્રયાસ] થી કે ઘણાથી, એકલા આપ જ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય.”


ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.


એ કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,


એ માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.


અને જેમ બોલવું ઘટારત છે, તેમ હિંમત રાખીને હું બોલું,


કેમ કે ખ્રિસ્તને લીધે જે મારાં બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં


હું પાઉલનું આ મારે હાથે લખેલું ક્ષેમકુશળ [વાંચજો]. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા થાઓ.


પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.


તે [સુવાર્તા] ને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતાં સુધીનું દુ:ખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.


ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.


તેને હું મારી પાસે રાખવા ચાહતો હતો કે, સુવાર્તાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે.


Lean sinn:

Sanasan


Sanasan