Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી અમે રોમ ગયા. રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી. પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:16
18 Iomraidhean Croise  

અને પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુણો સરદાર પોટીફાર, જે રક્ષકોનો અધિકારી હતો, તેને ત્યાં વેચી દીધો.


પાચમાં માસમાં તે માસને સાતમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને ઓગણત્રીસમે વર્ષે, બાબિલના રાજાનો ચાડર, એટલે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદ્દાન યરુશાલેમ આવ્યો.


પછી તેઓએ યર્મિયાને દોરડાં વડે ઉપર ખેંચી કાઢયો, ને ટાંકામાંથી તેને બહાર લાવ્યા. ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.


પછી રક્ષકટુકડીના સરદારે યર્મિયાને તેડાવીને તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાએ આ સ્થાન પર આ વિપત્તિ લાવવાને નિર્માણ કર્યું હતું;


ત્યાં પોન્તસનો વતની, આકુલ નામે એક યહૂદી, જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની સ્‍ત્રી પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે કલોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તે તેઓને ત્યાં ગયો.


આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ,


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


તેણે સૂબેદારને આજ્ઞા કરી કે તારે તેને પહેરામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.


બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી.


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું.


જે સ્‍ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે.


આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્‍ત્રી બેઠેલી છે.


Lean sinn:

Sanasan


Sanasan