Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 બે પ્રવાહના સંગમની જગાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છિતાવ્યું. અને નાળ અથડાઈને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબૂસો મોજાંના જોરથી ભાંગી જવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 પણ વહાણ સમુદ્રમાંના રેતીના ટેકરા સાથે અથડાયું. વહાણનો આગલો ભાગ ખૂંપી ગયો અને આગળ વધી શક્યો નહિ, જ્યારે ભયંકર મોજાંથી પાછલા ભાગના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:41
11 Iomraidhean Croise  

યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યાં; પણ તે ત્યાં પહોંચ્યાં નહિ, કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં.


ત્યારે મારેશાના [રહીશ] દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું, તેં અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારાં કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયાં, ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યાં નહિ.


તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે. પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે.


જ્યારે મોજાંઓએ ઊંડા પાણીમાં તને ભાંગી નાખ્યું ત્યારે તારો આખો માલ ને તારું આખું મંડળ તારી સાથે નાશ પામ્યાં.


તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવનાં દોરડાં બાંધ્યાં; અને સીર્તસ ઉપર અથડાઈ પડવાની બીકથી સઢસામાન ઉતાર્યા, અને એમનાએમ અમે તણાવા લાગ્યા.


ખલાસીઓ વહાણમાંથી નાસી જવાની તક શોધતા હતા, અને નાળ [એટલે વહાણનો આગલો ભાગ] પરથી લંગર નાખવાનો ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો.


તેઓએ લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવાં દીધાં, અને તે જ વખતે સુકાનનાં બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કાંઠા તરફ જવા લાગ્યા.


ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી.


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.


Lean sinn:

Sanasan


Sanasan