Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:24
35 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.


અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.”


અને કેદખાનાનો દરોગો યૂસફને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતા; અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતા.


અને એમ થયું કે, તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો હતો, ત્યારથી યહોવાએ યૂસફને લીધે તે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો.


અને ઈશ્વરે કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું; મિસરમાં જતાં બીશ નહિ; કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.


એલિયાએ તેમને કહ્યું, “બીશો નહિ, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તોપણ પહેલાં મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો, પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો.


તેણે ઉત્તર આપ્યો, “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.”


તારી દુષ્ટતાથી તારા જેવા માણસને તો [ઇજા થાય] ; અને તારી નેકીથી તો મનુષ્યને [નફો થાય].


જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.


પછી આર્યોખ જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નીમ્યો હતો, તેની હજૂરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું:“બાબિલના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજાની હજૂરમાં લઈ જાઓ, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.”


ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.


અને તેઓને તથા વિધર્મીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો.


અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.


ઈસુએ ઉત્તર આપ્યો, “શું દિવસના બાર કલાક નથી? દિવસે જો કોઈ ચાલે, તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી.


આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


વહાણમાં અમે સર્વ મળીને બસો છોંતેર માણસ હતા.


ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી.


અને બાકીનામાંના કેટલાકે પાટિયાને તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાનને વળગીને કિનારે જવું, તેથી તેઓ સર્વ સહીસલામત કિનારે પહોંચ્યાં.


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે.


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


Lean sinn:

Sanasan


Sanasan