Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 આસિયાના કિનારા પરનાં બંદરોએ જનારા અદ્રમુત્તિયાના એક વહાણમાં બેસીને અમે સફરે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 આસિયા પ્રાંતનાં બંદરોએ થઈને જનારા એક વહાણમાં અમે અદ્રામીટ્ટીમથી મુસાફરી શરૂ કરી. થેસ્સાલોનિકાથી આવેલો મકદોનિયા પ્રદેશનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:2
17 Iomraidhean Croise  

એ અરસામાં એક દિવસ તે પોતાના શિષ્યોની સાથે હોડી પર‍ ચઢયા; ત્યારે તેમણે તેઓને કહ્યું, “આપણે સરોવરને પેલે પાર જઈએ.” અને તેઓ નીકળ્યા.


તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું, “આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે કે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે.”


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.


ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. તેઓનું મૂલ્ય ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા થયું.


આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા.


પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,


તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ, સ્‍ત્રીછોકરાં સહિત, અમને શહેરની બહાર વળાવવા આવ્યાં. સમુદ્રકાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી


વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી.


અમે સિરાકુસમાં બંદર કરીને ત્યાં ત્રણ દિવસ રહ્યા.


અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.


ત્યાંના વતનીઓએ અમારા પર અસાધારણ માયા બતાવી. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો તથા ટાઢ પડતી હતી. માટે અગ્નિ સળગાવીને તેઓએ અમો સર્વને આવકાર આપ્યો.


મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક (જેને વિષે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો),


મારા‍ સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan