Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, તમે યહૂદી રીતરિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી તમે મને ધીરજથી સાંભળશો એવી મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:3
13 Iomraidhean Croise  

પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ પ્રમાણે મહોર મારીને બંધ કરેલું હતું તે, ને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં,


તેઓએ તારે વિષે સાંભળ્યું છે કે, તું વિદેશીઓમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસા [ના નિયમશાસ્‍ત્ર] નો ત્યાગ કરવાનું શીખવે છે, અને કહે છે કે, તમારે તમારા છોકરાઓની સુન્‍નત કરાવવી નહિ, અને [પૂર્વજોના] સંપ્રદાય પ્રમાણે ચાલવું નહિ.


પછી હાકેમે પાઉલને બોલાવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો, “ઘણાં વરસથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું.


પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.


તેને વિષે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે આગ્રીપા રાજા, વિશેષ કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે.


“હે આગ્રીપા રાજા, જે બાબતો વિષે યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને ધન્ય ગણું છું.


કેમ કે આ રાજા, જેમની આગળ પણ હું છૂટથી બોલું છું તે એ વિષે જાણે છે. કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ પણ વાત તેમનાથી ગુપ્ત નથી. કારણ કે એ તો ખૂણામાં બન્યું નથી.


અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાતદિવસ કરીને તે [વચન] ફળીભૂત થવાની આશા રાખે છે. અને, હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે!


ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.


કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”


જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


અને જ્યારે તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને માટે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે.


Lean sinn:

Sanasan


Sanasan