Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા [પ્રયાસ] થી કે ઘણાથી, એકલા આપ જ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પાઉલે તેને જવાબ આપ્યો, “મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે વહેલા કે મોડા તમે અને આ બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:29
18 Iomraidhean Croise  

રાજા ઘણો વ્યાકુળ થયો, ને દરવાજા પરથી મેડીમાં ચઢીને રડ્યો. જતાં જતાં તે બોલ્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા આબ્શાલોમ! તારે બદલે હું મરી ગયો હોત, તો કેવું સારું થાત! ઓ આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”


તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા મુરબ્બી સમરુનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું! કેમ કે ત્યારે તો પ્રબોધક એમનો કોઢ મટાડે.”


અને ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જ્યારે અમે માંસની હાંલ્‍લીઓ પાસે બેસતા હતા, ને ઘરાતાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મર્યા હોત તો કેવું સારું! કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો.”


પણ જો તમે આ નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.


પણ યર્મિયાએ કહ્યું, “તેઓ તમને [તેઓના હાથમાં] સોંપશે નહિ. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે, ને તમારો જીવ બચી જશે.


અને મૂસાએ તેને કહ્યું, “શું મારી ખાતે તને [તેમના ઉપર] અદેખાઈ આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વ લોક પ્રબોધક થાય, કે યહોવા તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!”


તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી. પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું.


હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા.


ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી. પછી તેણે પૂછ્યું, “એ કોણ છે, અને એણે શું કર્યું છે?”


તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યાં. પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું, “ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે.


ભાઈઓ, [ઇઝરાયલ તારણ પામે] એવી મારા અંત:કરણની ઇચ્છા તથા ઇશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે.


તમે કયારનાયે તૃપ્ત થઈ ગયા છો, ‍ શ્રીમંત થયા છો, અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી ઇચ્છા એવી છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.


પરતું સર્વ માણસ મારા જેવાં હોય એવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વર તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે, કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું.


મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો.


અને જેમ બોલવું ઘટારત છે, તેમ હિંમત રાખીને હું બોલું,


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan