Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:22
42 Iomraidhean Croise  

ત્યાર પછી પહેલા માસને બારમે દિવસે અમે યરુશાલેમ જવા માટે આહવા નદી પાસેથી નીકળ્યા. અમારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ અમારા પર હતી, એટલે તેમણે અમને શત્રુઓના તથા રસ્તામાં છુપાઈ રહેનારાઓના હાથમાંથી બચાવ્યા.


અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.


એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકને મારે તાબે કરે છે તેમને [ધન્ય હો].


તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડયું; પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડયા.


માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.”


કેમ કે મારે પાંચ ભાઈઓ છે કે, તે તેઓને સાક્ષી આપે, રખેને તેઓ પણ આ પીડાને સ્થળે આવી પડે.’


પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.


તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્‍ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.”


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્‍ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”


તમે શાસ્‍ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.


કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર પણ વિશ્વાસ કરત; કેમ કે તેણે મારા વિષે લખેલું છે.


તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.”


તેમને વિષે જે લખેલું હતું તે બધું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.


પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.


આ લોકો તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ


હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે [વચન] ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું.


તેઓએ તેને માટે એક દિવસ નક્કી કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.


પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્‍ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો આપે છે.


કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;


અને ધર્મ શાસ્‍ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા, અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું.


ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.


દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”


તેઓ ઈશ્વરના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, “ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan