Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 આ લોકો તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ઇઝરાયલી લોકો અને બિનયહૂદીઓ પાસે હું તને મોકલું છું. તેમનાથી હું તારો બચાવ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું તારા પોતાના લોકોથી તને ઇજા થવા દઇશ નહિ. અને હું તારું બિનયહૂદિઓથી પણ રક્ષણ કરીશ. હું આ લોકો પાસે તને મોકલું છું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:17
36 Iomraidhean Croise  

બોલો, “હે અમને તારણ આપનાર ઈશ્વર તમારો ઉદ્ધાર કરો, તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તથા તમારી સ્તુતિનો જયજયકાર કરવાને અમને એકત્ર કરો, ને વિદેશીઓના હાથમાંથી અમને છોડાવો.


ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


તેઓથી બીતો ના; કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, ” એમ યહોવા કહે છે.


કેમ કે તને અજાણી બોલીવાળા અને કઠણ ભાષાવાળા લોકની પાસે નહિ, પણ ઇઝરાયલી પ્રજા પાસે મોકલવામાં આવે છે.


પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસની સતાવણી કરાવી, અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા.


પછી તેઓએ આવીને તેઓના કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.


પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.


ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્રકિનારે મોકલી દીધો. પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.


કેમ કે હું તારી સાથે છું, અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે.”


તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી, “તેને યરુશાલેમ તેડાવી મંગાવવાની મહેરબાની કરો, ” તે [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખીને માર્ગમાં તેને મારી નંખાવે.


તેથી જાણજો કે, ઈશ્વરે [આપેલું] આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે; અને તેઓ તો સાંભળશે જ.”


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


હું તો તમો વિદેશીઓને કહું છું. હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવાકાર્ય મહત્વનું માનું છું.


એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે.


અને જયારે તેઓએ મને કૃપા પ્રાપ્ત થયેલી જોઈ, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ [મંડળીના] થંભ જેવા ગણાતાં હતાં, તે દરેકે મારો તથા બાર્નાબાસનો [પ્રેરિત તરીકે] સત્કાર કર્યો. જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુન્‍નતીઓની પાસે જાય.


એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી), અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે.


મને તે [સુવાર્તા] નો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.


ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan