Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 અમે બધા જમીન પર પડી ગયા, અને મેં હિબ્રૂ ભાષામાં એક વાણી મને આમ કહેતી સાંભળી: ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? અણીદાર આર પર લાત મારીને તું પોતાને જ નુક્સાન પહોંચાડે છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અમે બધા જમીન પર પડી ગયા. પછી મેં એક વાણી યહૂદિ ભાષામાં સાંભળી. તે વાણીએ કહ્યું, ‘શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? મારી સાથે લડવામાં તું તારી જાતને જ નુકસાન કરી રહ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:14
11 Iomraidhean Croise  

સારી સમજણવાળાને કૃપા મળે છે; પણ કપટીનો માર્ગ ખરબચડો છે.


“જુઓ, હું યરુશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, ને યરુશાલેમના ઘેરામાં યહૂદિયાના પણ એ જ હાલ થશે.


કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.


તેણે તેને રજા આપી. ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો. અને તેઓ પૂરેપૂરા છાના રહ્યા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલીને કહ્યું,


તેઓ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા; તેણે કહ્યું.


તેવામાં, હે રાજા, મધ્યાહને માર્ગમાં સૂર્યના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો.


ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો? પ્રભુએ મને કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે તે.


તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


Lean sinn:

Sanasan


Sanasan