Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેવામાં, હે રાજા, મધ્યાહને માર્ગમાં સૂર્યના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 હે માનવંત રાજા, મયાહ્ને રસ્તામાં જ મેં અને મારી સાથે મુસાફરી કરતા માણસોએ મારી આસપાસ આકાશમાંથી સૂર્યના પ્રકાશના કરતાં પણ વિશેષ તેજસ્વી પ્રકાશ જોયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું દમસ્કના માર્ગ પર હતો. હે રાજા! બપોરનો સમય હતો. મેં આકાશમાંથી પ્રકાશ જોયો. તે પ્રકાશ સૂર્યથી પણ વધારે તેજસ્વી હતો. તે તેજ મારી ચારે બાજુ અને જે માણસો મારી સાથે મુસાફરી કરતાં હતા તેઓના પર પ્રકાશ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:13
10 Iomraidhean Croise  

ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોના [ઈશ્વર] યહોવા સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ [પ્રભુનું] ગૌરવ દેખાશે.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવા પોતાના લોકોના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.


તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


ચાલતાં ચાલતાં હું દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશમાંથી એકાએક મોટો પ્રકાશ ઝબૂકયો.


મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહિ.


એ જ કામને માટે મુખ્ય યાજકો પાસેથી સત્તા તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો,


ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.’


તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો.


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan