Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા. અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 બધાં ભજનસ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ પોતાના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાને હું બીજા પ્રદેશોમાં પણ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પ્રત્યેક સભાસ્થાનમાં મેં તેઓને શિક્ષા કરી. મેં તેઓની પાસે ઈસુની વિરૂદ્ધમાં ખરાબ કહેવડાવવા પ્રયત્ન કર્યો. હું આ લોકોની વિરૂદ્ધ એટલો બધો ગુસ્સે થયો હતો કે મેં બીજા શહેરોમાં જઈને તેઓને શોધીને તેઓને ઇજા પહોંચાડી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:11
17 Iomraidhean Croise  

આખો દિવસ મારા શત્રુ મને મહેણાં મારે છે; તેઓ તપીને મારું નામ દઈને [બીજાને] શાપ આપે છે.


સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


અને તમે માણસોથી સાવધાન રહો. કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.


પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.


હું તમને ખરેખર કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે.


તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું!


પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.


પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”


પણ લોકોની મેદની જોઈને, યહૂદીઓને અદેખાઈ આવી, અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું.


પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ખંખેરીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ‌ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”


ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તમારા પર વિશ્વાસ કરનારાઓને હું બંદીખાનામાં નાખતો હતો, અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો.


[એ વિષે] પ્રમુખ યાજક તથા આખો વડીલવર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતાં તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા માટે યરુશાલેમ લાવું.


પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને


જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?


પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો. મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.


Lean sinn:

Sanasan


Sanasan