Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેટલાક દિવસ વીત્યા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં, અને ફેસ્તસની મુલાકાત લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:13
12 Iomraidhean Croise  

ત્યારે દાઉદ રાજાએ હદાદેઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યોરામને તેની પાસે મોકલ્યો; કેમ કે હદાદેઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. [યોરામ] પોતાની સાથે રૂપાનાં પાત્રો, સોનાનાં પાત્રો તથા પિત્તળનાં પાત્રો લઈને આવ્યો હતો.


ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝ્યાના ભાઇઓનો ભેટો થયો, ને [તેણે તેમને] પૂછયું, “તમે કોણ છો?” તેઓએ ઉત્તર આપ્યો, “અમે અહાઝ્યાના ભાઈઓ છીએ. અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને સલામ કરવા જઈએ છીએ.”


અને “હે યહૂદીઓના રાજા, સલામ!” એમ કહીને તેઓ તેમને નમસ્કાર કરવા લાગ્યા.


હવે ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.


ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો, “તેં કાઈસાર પાસે ન્યાય માગ્યો છે; તો કાઈસારની પાસે તારે જવું પડશે.”


પણ ફેસ્તસે ઉત્તર આપ્યો, “પાઉલને કાઇસારિયામાં ચોકીમાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસમાં જવાનો છું.


આગ્રીપાએ પાઉલને કહ્યું, “તને તારી હકીકત જણાવવાની રજા છે.” ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો,


પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.


અને એમ બન્યું કે તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. અને શાઉલ તેને મળીને સલામ કરવા માટે સામે ગયો.


પણ [નાબાલના] જુવાનોમાંના એકે નાબાલની પત્ની અબિગાઇલને કહ્યું, “જો, દાઉદે અમારા શેઠને સલામ કહેવા માટે રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ એ તો તેમના પર ઊતરી પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan