Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 24:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ ફેલિકસને તે માર્ગ વિષે વધારે ચોક્‍કસ જ્ઞાન હતું, માટે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પછી ફેલીક્ષ, જેને એ માર્ગ વિષેની ચોક્કસ માહિતી હતી, તેણે મુદ્દત પાડી. તેણે તેમને કહ્યું, “અફસર લુસિયસ આવે ત્યારે હું તમારો કેસ આગળ ચલાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ફેલિકસ ઈસુના માર્ગ વિષે લગભગ ઘણું બધું સમજ્યો. તેણે ન્યાયનું કામ બંધ રખાવી અને કહ્યું, “જ્યારે સરદાર લુસિયાસ અહીં આવશે ત્યારે હું આ બાબતનો નિર્ણય કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 24:22
11 Iomraidhean Croise  

ત્યારે હેરોદે તે માગીઓને ખાનગીમાં બોલાવીને, તારો કઈ વેળાએ દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.


તેઓએ પોતાની સાથે વધારે મુદત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.


કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.”


પછી હાકેમે પાઉલને બોલાવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો, “ઘણાં વરસથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું.


પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.


કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્‍ત્રી દ્રુસિલા, જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી.


તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને પ્રયત્ન કર્યા; ત્યારે અમે એને પકડ્યો. [અમે અમારા શાસ્‍ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા;


તેને વિષે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે આગ્રીપા રાજા, વિશેષ કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે.


વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.


તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.


અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી; અને જો, તે સાક્ષી જૂઠો પડે, ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય,


Lean sinn:

Sanasan


Sanasan