Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 24:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો. અને તેઓએ હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પાંચ દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદાશાસ્ત્રીને લઈને કાઈસારિયા ગયો. તેમણે રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 24:1
15 Iomraidhean Croise  

કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.


સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઇલમીને [તે લઈ લેશે].


પછી ઠરાવેલે દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.


તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો.


ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મોં ઉપર તમાચો મારવાની આજ્ઞા કરી.


અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે, તેને તે પર બેસાડીને હાકેમ ફેલિકસ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.”


જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું થવાનું છે, તે જ સમયે મેં એને તરત આપની પાસે મોકલ્યો, અને એની વિરુદ્ધ [જે કંઈ કહેવું હોય તે] તેઓ આપની આગળ કહે એવી મેં ફરિયાદીઓને પણ આજ્ઞા કરી.”


કાઈસારિયા પહોંચ્યા પછી તેઓએ હાકેમને પત્ર આપ્યો, અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો.


ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરામાં રાખવાની આજ્ઞા કરી.


કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવાને માટે યરુશાલેમ જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.


તેને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે પ્રમાણે તેના પર તહોમત મૂકવાનું શરૂ કરતાં કહ્યું, “નેકનામદાર ફેલિકસ, આપનાથી અમે ઘણી સુખશાંતિ ભોગવીએ છીએ, અને આપની દીર્ધદષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે,


જ્યારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના ઉપર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માગણી કરી.


ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.


ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વકતૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.


મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો


Lean sinn:

Sanasan


Sanasan