પ્રે.કૃ. 23:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’ Faic an caibideilપવિત્ર બાઈબલ9 આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!” Faic an caibideil |