Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 23:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 23:6
17 Iomraidhean Croise  

જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.


તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું,


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


“હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. પણ આ શહેરમાં ગમાલીએલના ચરણમાં ઊછરેલો, અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો, અને આજે તમે સર્વ જેવા ઈશ્વરના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો.


પણ યહૂદીઓ તેના પર તહોમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઇરાદાથી તેણે બીજે દિવસે પાઉલનાં બંધનો છોડ્યાં, અને મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેને તેઓની આગળ રજૂ કર્યો.


[એ વિષે] પ્રમુખ યાજક તથા આખો વડીલવર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતાં તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા માટે યરુશાલેમ લાવું.


ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું.”


માટે સભા સહિત તમે સરદારને ખબર આપો કે, તેની બાબતમાં તમારે જાણે વધારે બારીકીથી તપાસ કરવી છે, માટે તે તેને તમારી આગળ રજૂ કરે. અને તે ત્યાં પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.”


તેણે કહ્યું, “યહૂદીઓએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે, જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માગતા હોય એ હેતુથી તમે આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવો.


તેણે એમ કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સાદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ. અને સભામાં પક્ષ પડ્યા.


ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.


એટલું તો ખરું કે તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વાત કહી હતી કે, મૂએલાંઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.”


એ જ કારણથી મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશાને લીધે હું આ સાંકળથી બંધાયેલો છું”


આઠમે દિવસે સુન્‍નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમ [શાસ્‍ત્ર] સંબંધી ફરોશી;


તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું.


તે આશા આપણા આત્માને માટે લંગર સરખી, સ્થિર તથા અચળ, અને પદડા પાછળના સ્થાનમાં પેસનારી છે.


Lean sinn:

Sanasan


Sanasan