Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 23:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પણ તેમનું માનશો નહિ. કારણ, ચાલીસ કરતાં વધારે માણસો તેની રાહ જોતા સંતાઈ રહ્યા છે. પાઉલને તેઓ મારી ન નાખે ત્યાં સુધી તેમણે કંઈ અન્‍નજળ નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તેમ કરવાને તૈયાર છે, અને તમારા નિર્ણયની રાહ જુએ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પરંતુ તેઓનામાં વિશ્વાસ કરવો નહિ! ત્યાં લગભગ 40 યહૂદિઓ જે છુપાયેલા છે અને પાઉલને મારી નાખવાની રાહ જોઈ રહ્ય છે. તેઓ બધાએ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી ખાવું કે પીવું નહિ! હવે તેઓ તું હા કહે તેની જ રાહ જુએ છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 23:21
11 Iomraidhean Croise  

બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ.


તેમના મોંમાંથી કંઈ વાત પકડી લેવા માટે તેઓ ટાંપી રહ્યા.


એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત, અને યહૂદીઓનાં કાવતરાંથી મારા પર જે જે સંકટ આવી પડ્યાં તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો, એ તમે પોતે જાણો છો.


ત્યારે સરદારે તે જુવાનને તાકીદ આપીને વિદાય કર્યો, “તેં આ વાતની મને ખબર આપી છે, એ વિષે કોઈને કહીશ નહિ.”


તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી, “તેને યરુશાલેમ તેડાવી મંગાવવાની મહેરબાની કરો, ” તે [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખીને માર્ગમાં તેને મારી નંખાવે.


કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.


ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં;


Lean sinn:

Sanasan


Sanasan