Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 23:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે સભા સહિત તમે સરદારને ખબર આપો કે, તેની બાબતમાં તમારે જાણે વધારે બારીકીથી તપાસ કરવી છે, માટે તે તેને તમારી આગળ રજૂ કરે. અને તે ત્યાં પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હવે પાઉલ સંબંધી તમારે જાણે વધારે સચોટ વિગતો જોઈએ છે એવો દેખાવ કરીને તમે અને ન્યાયસભા તેને તમારી પાસે લાવવા રોમન અફસરને સંદેશો મોકલો. પણ તે અહીં આવે તે પહેલાં તેને ખતમ કરી નાખવા અમે તૈયાર રહીશું”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 23:15
14 Iomraidhean Croise  

યોનાદાબે તેને કહ્યું, “તારા પલંગ પર સૂઈ જઈને માંદો હોવાનો ઢોંગ કર; અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્‍ન આપે, ને મારા જોતાં રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો.’”


કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.


કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.


કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.


તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે.


ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને


પણ યહૂદીઓ તેના પર તહોમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઇરાદાથી તેણે બીજે દિવસે પાઉલનાં બંધનો છોડ્યાં, અને મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેને તેઓની આગળ રજૂ કર્યો.


ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું.”


પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.”


તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી, “તેને યરુશાલેમ તેડાવી મંગાવવાની મહેરબાની કરો, ” તે [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખીને માર્ગમાં તેને મારી નંખાવે.


Lean sinn:

Sanasan


Sanasan