Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 23:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડેકકડા કરશે, એવો ભય લાગવાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી, “જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અફસરને લાગ્યું કે તેઓ પાઉલના ટુકડેટુકડા કરી નાખશે. તેથી તેણે પોતાના સૈનિકોને ટોળામાં જઈને પાઉલને ઉઠાવીને કિલ્લામાં લઈ આવવા હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 23:10
16 Iomraidhean Croise  

હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.


તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.


તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું, “મને તમારી સાથે બોલવાની રજા છે?” ત્યારે તેણે પૂછયું, “શું તું ગ્રીક ભાષા જાણે છે?


ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા માટે તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.


પણ પાઉલના ભાણેજને તેઓના સંતાઈ રહેવા વિષે ખબર પડી, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.


યહૂદીઓએ આ માણસને પકડ્યો હતો, અને તેઓ તેને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓને સાથે લઈને ત્યાં ગયો, અને તેને છોડાવી લાવ્યો.


તેઓ એના પર શા કારણથી દોષ મૂકે છે, એ જાણવા માટે હું તેઓની ન્યાયસભામાં એને લઈ ગયો.


પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા માટે રહેવા દઈને તેઓ પોતે કિલ્લામાં પાછા આવ્યા.


પણ લુકિયસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો,


ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં;


મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.


પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ [થઈને] ગર્વ ન કરો અને જુઠું ન બોલો.


Lean sinn:

Sanasan


Sanasan