Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી તેણે મને કહ્યું, ‘તું તેમની ઇચ્છા જાણે, અને તે ન્યાયીને જુએ, અને તેમના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના ઈશ્વરે તને પસંદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેણે કહ્યું, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની ઇચ્છા જાણવાને, તેમના ન્યાયી સેવકને જોવાને તેમ જ તારી સાથે તેમને વાત કરતા સાંભળવાને તને પસંદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “અનાન્યાએ મને કહ્યું, ‘અમારા પૂર્વજોના દેવે ઘણા વખત પહેલા તને પસંદ કર્યો છે. દેવે તેની યોજના જાણવા માટે તને પસંદ કર્યો છે. તેણે તને એક ન્યાયી જોવા તથા તેની પાસેથી બોધ સાંભળવા પસંદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 22:14
33 Iomraidhean Croise  

તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો, ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહિ.


દાઉદ નીકળીને તેઓને મળવા ગયો, ને તેઓને કહ્યું, “જો તમે મને સહાય કરવા માટે સલાહશાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારું હ્રદય તમારી સાથે એક ગાંઠ થશે; પણ હું નિર્દોષ છતાં, જો મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે [તમે આવ્યા હો] , તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”


હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં જ રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો


યહૂદિયાના દરેક નગર દીઠ અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે તેણે ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો.


“જેઓ ઈશ્વરની, એટલે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની શોધમાં પોતાનું અંત:કરણ લગાડે છે, તેઓ જોકે પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહિ હોય તોપણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો.


આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું.


યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયા છે; તે મારા ઈશ્વર છે, ને હું તેમની સ્તુતિ કરીશ; તે મારા પિતાના ઈશ્વર છે, ને હું તેમને મોટા માનીશ;


“ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.”


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.


આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેમણે તેઓને આબાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.


કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.


અને [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું, ‘ઉતાવળ કરીને યરુશાલેમમાંથી જલ્દી નીકળી જા, કેમ કે મારા વિષેની તારી સાક્ષી તેઓ માનશે નહિ.’


પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.


પણ ઊઠ, અને ઊભો થા; કેમ કે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન દીધું છે.


જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”


ઈશ્વરના વહાલાં, તથા પવિત્ર [થવા માટે] તેડાયેલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. તેને પ્રેરિત [થવા માટે] બોલાવવામાં આવ્યો છે, તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે,


કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;


કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;


અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું.


શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી?


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી [પામ્યો છું].


પણ ઈશ્વર જેમણે મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો તેમને જયારે એ પસંદ પડયું.


મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:


સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તિતસ પ્રતિ લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,


તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ.


મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.


Lean sinn:

Sanasan


Sanasan