Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયા આવ્યા. અને સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:8
18 Iomraidhean Croise  

હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.


તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા માટે ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયા જવાની તૈયારી કરી.


શહેર બહાર નદીને કાંઠે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એમ ધારીને અમે વિશ્રામવારે ત્યાં ગયા. અને ત્યાં બેસીને જે સ્‍ત્રીઓ એકત્ર થઈ હતી તેઓને અમે બોધ કર્યો.


અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.


કાઈસારિયા પહોંચ્યા પછી તેણે [યરુશાલેમ] જઈને ત્યાંની મંડળીનાં માણસોની મુલાકાત લીધી, અને પછી અંત્યોખ ગયો.


પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો; કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ ગોઠવણ કરી હતી.


બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.


કાઈસારિયામાંથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામે એક જૂના શિષ્યને ઘેર, જ્યાં અમારે ઊતરવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.


પછી તેણે બે સૂબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું, “બસો સિપાઈઓને, સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાઓને, રાતના નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;


અમારે જળમાર્ગે ઇટાલી ઊપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.


ત્રણ મહિના પછી એલેકઝાંડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિની કુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા.


અમે રોમ આવ્યા, ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે જુદા રહેવાની રજા મળી.


એ વાત આખી મંડળીને સારી લાગી; અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.


જયારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.


વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,


પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુ:ખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.


Lean sinn:

Sanasan


Sanasan