Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેઓ તેને મારી નાખવાની પેરવીમાં હતા, એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું એવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને ખબર પહોંચી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:31
19 Iomraidhean Croise  

અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા, તે સમયે તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશિંગડાનો અવાજ સાંભળીને કહ્યું, “નગરમાં શોરબકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે?”


પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”


ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.


કેમ કે તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોનું હુલ્લડ થાય.”


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને


હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.”


જે મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?”


તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી; પછી તેઓએ બૂમ પાડીને કહ્યું, “એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી.”


ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને બોલાવીને કહ્યું, “આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.”


પણ ફેલિકસને તે માર્ગ વિષે વધારે ચોક્‍કસ જ્ઞાન હતું, માટે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું.


તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને પ્રયત્ન કર્યા; ત્યારે અમે એને પકડ્યો. [અમે અમારા શાસ્‍ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા;


પણ લુકિયસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો,


માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા, ત્યારે ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજૂ કર્યો.


એ કારણથી યહૂદીઓએ મને મંદિરમાં પકડીને મારી નાખવાની કોશિશ કરી.


Lean sinn:

Sanasan


Sanasan