Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓએ બૂમ પાડી, “ઇઝરાયલી માણસો, સહાય કરો:જે માણસ સર્વ સ્થળે લોકોની તથા નિયમશાસ્‍ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સર્વને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેઓએ બૂમો પાડી, “અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:28
9 Iomraidhean Croise  

શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ નાખ્યો છે. જેઓને તમારા મંદિરમાં આવવાની તમે મના કરી હતી તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.


એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),


તેઓએ તારે વિષે સાંભળ્યું છે કે, તું વિદેશીઓમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસા [ના નિયમશાસ્‍ત્ર] નો ત્યાગ કરવાનું શીખવે છે, અને કહે છે કે, તમારે તમારા છોકરાઓની સુન્‍નત કરાવવી નહિ, અને [પૂર્વજોના] સંપ્રદાય પ્રમાણે ચાલવું નહિ.


તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું. પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા].


Lean sinn:

Sanasan


Sanasan