પ્રે.કૃ. 21:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એઓને સાથે લઈને તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓનું ખરચ તું આપ કે, તેઓ પોતાનાં માથાં મુંડાવે. એટલે તારે વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સત્ય નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને ચાલે છે, એવું તેઓ સર્વ જાણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે. Faic an caibideil |