Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; એઓ તેની સાથે આસિયા સુધી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:4
29 Iomraidhean Croise  

પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા તેવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.


ત્યારે તેની ખબર પડતાં તેઓ લુકાનીયાનાં શહેરો લુસ્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા.


પછી તે દેર્બે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્‍ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.


પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.


પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બેરિયામાં પણ પ્રગટ કરે છે ત્યારે તેઓ ત્યાં પણ આવ્યા, અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા.


આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા.


પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,


કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું, અને જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો.


તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, “આસિયામાં મેં પ્રથમ પગ મૂકયો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું.


(કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, અને પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે એમ તેઓએ ધાર્યું.)


આસિયાના કિનારા પરનાં બંદરોએ જનારા અદ્રમુત્તિયાના એક વહાણમાં બેસીને અમે સફરે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.


મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.


મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે. [


કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:


કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


વળી મારા સમાચાર અને મારી હાલત કેવી છે તે તમે પણ જાણો માટે પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક તુખીકસ તમને સર્વ હકીકત જણાવશે.


પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.


મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક (જેને વિષે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો),


પ્રભુમાં વહાલો ભાઈ તથા વિશ્વાસુ સેવક તથા સાથીદાર તુખીકસ મારા વિષેની સર્વ હકીકત તમને જણાવશે.


[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.


તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


તુખીક્સને મેં એફેસસ મોકલ્યો.


એરાસ્‍તસ કરિંથમાં રહી ગયો. અને ત્રોફીમસને માંદો પડયાને લીધે મેં મિલેતસમાં રહેવા દીધો.


જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલીશ ત્યારે મારી પાસે નિકોપોલિસ આવવાને યત્ન કરજે; કેમ, કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે.


મારા‍ સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે.


જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.


Lean sinn:

Sanasan


Sanasan