Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.’”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:35
28 Iomraidhean Croise  

ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.


ઢીલા હાથોને દઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.


માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો:તમે મફત પામ્યા, મફત આપો.


વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડયું છે.


એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તેઓ સર્વની સાથે પ્રાર્થના કરી.


હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણે શક્તિમાનોની ફરજ છે.


જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ.


પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ કે, જે બાબતમાં તેઓ અભિમાન કરે છે, તે બાબતમાં તેઓ અમારા જેવા જ જણાય.


વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ.


કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તેમ બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો.


કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.


અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને, યત્ન કરો,


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.


બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].


કેમ કે તેઓ તેમના નામની ખાતર બહાર નીકળ્યા છે, ને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan