Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:20
18 Iomraidhean Croise  

એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.


ત્યારે યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, “મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારા કહ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરીશ. અને યહોવા તમને જે કંઈ ઉત્તર આપશે, તેની હું તમને ખબર આપીશ; હું કંઈ પણ તમારાથી છાનું રાખીશ નહિ.”


અને દ્દષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા નહોતા; પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતા.


તેઓ નિત્ય મંદિરમાં એકચિત્તે [હાજર] રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.


તેની પત્નીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું; અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકયો.


તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.


પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.


વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?


કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;


જુઓ, મેં તમને યહોવા મારા ઈશ્વરના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ માટે કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો.


છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એ ને એ જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને માટે છે.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


Lean sinn:

Sanasan


Sanasan