Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 2:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 “ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 2:33
32 Iomraidhean Croise  

યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે; મારે નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.


જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, તથા અતિ મહાન થશે.


તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.


અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.”


અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે,


પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.


પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે.


અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.


તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો;


ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.


ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.


એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


એ માટે તે કહે છે, “ઊંચાણમાં ચઢીને તે બંદીવાનોને લઈ ગયા, અને તેમણે માણસોને દાન આપ્યાં.”


તે [પવિત્ર આત્મા] ને તેમણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્તદ્વારા આપણા ઉપર પુષ્કળ રેડયો છે.


પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


Lean sinn:

Sanasan


Sanasan