Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 2:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ: હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે. તમારા યુવાનો સંદર્શનો જોશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ઈશ્વર કહે છે કે, “છેલ્લાં દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ‘દેવ કહે છે કે: છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે. તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 2:17
38 Iomraidhean Croise  

અને યાકૂબે તેના દિકરાઓને બોલાવીને કહ્યું, “તમે એકત્ર થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું.


અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.


હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.


જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.


મારા ઠપકાથી તમે પાછા ફરો; હું તમારા પર મારો આત્મા રેડીશ, હું મારાં વચનો તમને પ્રગટ કરીશ.


છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.


યહોવાનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે નવા દ્રાક્ષારસથી [મસ્ત થાય] તેમ પોતાના લોહીથી તેઓ મસ્ત થશે! ત્યારે સર્વ માણસો જાણશે કે, હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.”


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


અને હું પછી કદી મારું મુખ તેઓથી અવળું ફેરવીશ નહિ. કેમ કે મેં ઇઝરાયલ લોકો પર મારો આત્મા રેડ્યો છે, એમ પ્રભુ યહોવા કહે છે.”


તારા લોકો પર પાછળના દિવસોમાં શું વીતશે તે તને સમજાવવા માટે હું હમણાં આવ્યો છું; કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિષે છે.”


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને [બીજા] ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. આવશે.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


હે સર્વ માણસો, યહોવાની હજૂરમાં ચૂપ રહો; કેમ કે તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી જાગૃત થયા છે.”


અને સર્વ દેહધારી ઈશ્વરનું તારણ જોશે.”


કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.


પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.


ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.


હવે એ દિવસોમાં પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.


તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું.


પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે,


વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ, અને તેઓ પ્રબોધ કરશે.


માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.


હવે આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.


અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.


કોઈને ચમત્કાર કરવાનું [દાન] ; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.


ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે. અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અને અગ્નિની જેમ તમારાં શરીરોને ખાઈ જશે. તમે છેલ્‍લા સમયને માટે સંપત્તિ સંઘરી રાખી છે.


પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે,


Lean sinn:

Sanasan


Sanasan