Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે, જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને, એ પાઉલે, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોનાં મન ફેરવી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પરંતુ આ માણસ પાઉલ શું કરે છે તે જુઓ! તે શું કહે છે તે સાંભળો. પાઉલે ઘણા લોકોને પ્રભાવિત કરીને તેઓનું પરિવર્તન કરાવ્યું છે. તેણે એફેસસમાં અને આખા એશિયામા આ કર્યુ છે. પાઉલ કહે છે માણસોએ બનાવેલા દેવો ખરા નથી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:26
23 Iomraidhean Croise  

તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


કેમ કે એ પણ ઇઝરાયલથી [થયું] છે; કારીગરે તે બનાવ્યું, તે ઈશ્વર નથી; હા, સમરુનના વાછરડાના ટુકડેટુકડા કરવામાં આવશે.


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.


તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકત્ર કરીને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે.


તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો.


મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.


પણ તે વખતે તમે ઈશ્વર વિષે અજાણ્યા હોવાથી, જેઓ ખરેખર ઈશ્વર નથી તેઓના દાસ હતા.


અને ત્યાં રહીને તમે માણસના હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની એટલે જોઈ ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવદેવીઓની, સેવા કરશો.


કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


Lean sinn:

Sanasan


Sanasan