Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:17
22 Iomraidhean Croise  

દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો; અને તેણે કહ્યું, “યહોવાનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”


પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી.


એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”


જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. એમ કહીને તેઓની વિદાય લીધી, અને એફેસસથી વહાણમાં ઊપડયો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો, અને બન્‍નેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને ઘરમાંથી નવસ્‍ત્રા નાસી ગયા.


વિશ્વાસી થયેલાંઓમાંનાં પણ ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને ખુલ્લાં કહી દેખાડયાં.


બધાં ભયભીત થયાં, અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો, તથા ચમત્કારો થયાં.


[આથી] આખી મંડળીને તથા જે લોકોએ એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું.


પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી, તોયે લોકો તેઓને માન આપતા.


એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડયો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય, અને તમે તેમનામાં [મહિમાવાન થાઓ].


છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે.


ત્યારે બેથ-શેમેશના માણસોએ કહ્યું, “યહોવા એટલે આ પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે? અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય?”


Lean sinn:

Sanasan


Sanasan