Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આવું બે વર્ષ સુધી ચાલ્યું; અને તેથી આસિયા પ્રદેશમાં વસતા યહૂદી અને બિનયહૂદી સૌએ પ્રભુનો સંદેશ સાંભળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પાઉલે આ કામ બે વર્ષ માટે કર્યુ. આ કામને કારણે પ્રત્યેક યહૂદિ અને ગ્રીક જે આસિયાના દેશોમાં રહેતા હતા તેઓએ પ્રભુની વાતો સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:10
23 Iomraidhean Croise  

જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.


પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.


તે તેઓને ઈશ્વરના વચનનો બોધ કરતો દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો.


દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદવિવાદ કરતો હતો, અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો હતો.


એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.


પછી તેણે પોતાના મદદનીશોમાંના બેને, એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.


પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.


પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,


તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, “આસિયામાં મેં પ્રથમ પગ મૂકયો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું.


માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી.


પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્ડ્રિયાના, કિલીકિયાના તથા આશિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.


કેમ કે સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્‍નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે.


પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર, ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓનાં વચનો ફેલાયાં છે.’


માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.


ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા,


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


Lean sinn:

Sanasan


Sanasan