Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી, ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તે ભજનસ્થાનમાં હિંમતપૂર્વક બોલવા લાગ્યો. પ્રિસ્કીલા અને આકુલા તેનું સાંભળીને તેને તેમને ઘેર લઈ ગયા અને તેને ઈશ્વરના માર્ગ સંબંધી વધારે ચોક્સાઈપૂર્વક સમજ આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અપોલોસે સભાસ્થાનમાં બહુ બહાદુરીપૂર્વક બોલવાનું શરું કર્યુ. પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેનો બોધ સાંભળ્યો. તેઓ તેને તેઓના ઘેર લઈ ગયા અને દેવનો માર્ગ વધારે સારી રીતે તેમને સમજવામાં મદદ કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:26
23 Iomraidhean Croise  

જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે;


ઠપકો દેનાર જ્ઞાની [ની વાત] આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે.


જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની સમજમાં વૃદ્ધિ થશે.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


હું તમને ખચીત કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.”


હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને આપવામાં આવશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.


પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા, અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી.


ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઊપડ્યો. [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી.


એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું. અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો,


પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.


તેઓએ તેને માટે એક દિવસ નક્કી કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.


ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” તેણે ફિલિપને વિનંતી કરી, “ઉપર ચઢીને મારી પાસે બેસો.”


આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.”


કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.


જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.


એ માટે, ખ્રિસ્ત વિષેનાં મૂળતત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan