Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 એલેકઝાંડ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:24
22 Iomraidhean Croise  

“આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યજક જોગ, રાજાધિરાજ આર્તાહશાસ્તા. ક્ષેમકુશળ વગેરે.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


અને મૂસાએ યહોવાને કહ્યું, “હે પ્રભુ, અત્યાર સુધી, વળી તમે તમારા દાસ સાથે વાત કરી ત્યાર પછી પણ, હુમ તો વક્તા નથી; કેમ કે હું બોલવામાં ધીમો છું, ને મારી જીભ મંદ છે”


સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઇલમીને [તે લઈ લેશે].


ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા.


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. એમ કહીને તેઓની વિદાય લીધી, અને એફેસસથી વહાણમાં ઊપડયો.


કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્‍ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


ત્યાં સૂબેદારને ઇટાલી જનારું એલેકઝાંડ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા.


પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્ડ્રિયાના, કિલીકિયાના તથા આશિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.


મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા‍ ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો.


એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”


હવે ભાઈ આપોલસ વિષે [મારે એટલું જ કહેવું છે કે] ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.


હવે, ભાઈઓ, તમારે માટે મેં એ વાતો દ્દષ્ટાંતરૂપે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો કે જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ ન મારે


કેમ કે તેઓ કહે છે કે, તેના પત્રો વજનદાર તથા સબળ છે; પણ તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.


ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે; ગીતો, ‍સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપાસહિત તમારાં હ્રદયોમાં પ્રભુની આગળ ગાઓ.


ઝેનાસ શાસ્‍ત્રીને તથા આપોલસને એવી ગોઠવણ કરીને રવાના કરજે કે તેમને માર્ગમાં કશાની તંગી ન પડે.


Lean sinn:

Sanasan


Sanasan