Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. એમ કહીને તેઓની વિદાય લીધી, અને એફેસસથી વહાણમાં ઊપડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:21
28 Iomraidhean Croise  

પછી તેમણે થોડે આઘે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા


એક બીજાએ પણ તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલવહેલાં જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.”


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


તેઓએ પોતાની સાથે વધારે મુદત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.


એલેકઝાંડ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.


આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું, અને જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો.


જ્યારે તેણે માન્યું નહિ ત્યારે, “પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ, ’ એમ કહીને અમે છાના રહ્યા.


(કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, અને પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે એમ તેઓએ ધાર્યું.)


અને સદા પ્રાર્થના કરીને માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે નિર્વિધ્ને મારાથી આવી શકાય.


અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.


જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.


કેમ કે હમણાં જતાં જતાં તમારી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઇચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું.


પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં રહીશ.


પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.


છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત [લખે છે] :


આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા ઈશ્વરની પ્રત્યે પાસ્ખા પાળ; કેમ કે આબીબ માસમાં યહોવા તારા ઈશ્વર તને રાત્રે મિસરમાંથી કાઢી લાવ્યા.


અને જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એમ કરીશું.


પણ ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ કે, જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું.


કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો ભૂંડું કરવાને લીધે દુ:ખ સહેવું એ કરતાં સારું કરવાને લીધે દુ:ખ સહેવું વધારે સારું છે.


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


તું એફેસસમાંની મંડળીના દૂતને લખ: જે પોતાન જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan