Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઊપડ્યો. [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:18
17 Iomraidhean Croise  

અને નાજરી મુલાકાતમંડપના દ્રાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યર્પણોના યની નીચેના અગ્નિ પર તે મૂકે.


“ઇઝરાયલી લોકોને એમ કહે જ્યારે કોઈ પુરુષ અથવા સ્‍ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત, એટલે નાજીરવ્રત લે,


ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં.


અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા


તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,


તેઓની મારફતે તેઓએ લખી મોકલ્યું, “અંત્યોખમાં, સિરિયામાં તથા કિલીકિયામાં, વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા.


તેણે સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને મંડળીઓને દઢ કરી.


ત્યાં પોન્તસનો વતની, આકુલ નામે એક યહૂદી, જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની સ્‍ત્રી પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે કલોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તે તેઓને ત્યાં ગયો.


તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી, ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.


પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદરસત્કાર કરે, તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી.


માટે અમે તને કહીએ તેમ કર: અમારામાંના ચાર માણસોએ માનતા માનેલી છે.


એઓને સાથે લઈને તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓનું ખરચ તું આપ કે, તેઓ પોતાનાં માથાં મુંડાવે. એટલે તારે વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સત્ય નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્‍ત્ર પાળીને ચાલે છે, એવું તેઓ સર્વ જાણશે.


પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણમાંનો માલ ઉતારવાનો હતો.


વળી આપણી બહેન ફેબી જે કિંખ્રિયામાંની મંડળીની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,


યહૂદીઓને મેળવવા માટે હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા માટે નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો.


પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan