Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ બધાં કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, “ઈસુ [નામે] બીજો એક રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઈસુ નામે બીજો એક રાજા છે એમ કહીને તેઓ સમ્રાટના બધા કાયદાઓ તો ડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:7
12 Iomraidhean Croise  

આપે શાદ્રાખ, મેશાખ, તથા અબેદ-નગો નામે યહૂદીઓને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ ઠરાવ્યા છે; હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમ જ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી.”


ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો, “હે રાજાજી, યહૂદિયામાંના બંદિવાનોમાંનો દાનિયેલ આપનો તથા આપે સહી કરેલા મનાઈ હુકમનો અનાદર કરે છે; તે દરરોજ ત્રણ વાર પોતાના [ઈશ્વરની] પ્રાર્થના કરે છે.”


તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં પેઠા; અને માર્થા નામે એક સ્‍ત્રીએ પોતાને ઘેર તેમને પરોણા રાખ્યા.


તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”


આ ઉપરથી પિલાતે તેને છોડી દેવાને પ્રયત્ન કર્યો. પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું, “જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારના મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.”


આપણે રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.”


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.


તે જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો, અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહિ ઠરાવવામાં આવી?


કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતા [ની વાતો] ને તમે બંધ પાડો.


Lean sinn:

Sanasan


Sanasan