Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જ્યારે તેઓએ મૂએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, “અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, “અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:32
23 Iomraidhean Croise  

અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું.


પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


સર્વ એક મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે, મને માફ કર.’


જે માણસોના હવાલામાં ઈસુ હતા તેઓએ તેમની મશ્કરી કરીને તેમને માર માર્યો.


હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને ભપકાદાર વસ્‍ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.


સિપાઈઓએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને તેમને સરકો આપવા લાગ્યા,


‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને અચરત થાઓ, અને નાશ પામો. કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’”


ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


એવી રીતે પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો.


પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરીને કહ્યું, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે.”


[પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.”


પણ પોતાના ધર્મ વિષે, તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, પણ જેને વિષે પાઉલ કહે છે કે જીવતો છે, તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા.


ઈશ્વર મૂએલાંઓને પાછાં ઉઠાડે એ તમને કેમ અસંભવિત લાગે છે?


પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે.


હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠયા છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી?


અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે અબળ, પણ તમે બળવાન; તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા [છીએ].


કેમ કે તે કહે છે, “મેં માન્યકાળે તારું સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”


બીજા [કેટલાક] મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.


માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ.


Lean sinn:

Sanasan


Sanasan