Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:25
25 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.


“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે.


(કેમ કે મારો જીવ મારા ખોળિયામાં હજી અનામત છે, અને ઈશ્વરનો શ્વાસ મારાં નસકોરાંમાં છે;)


ઈશ્વરના આત્માએ મને સરજ્યો છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.


જો તે [માણસ] પર પોતાનું અંત:કરણ લગાડે, જો તે તેનો આત્મા ને તેનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે;


મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”


આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકોને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારાને જીવન આપનાર યહોવા ઈશ્વર, તેમણે એવું કહ્યું છે,


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


તે માટે સિદકિયા રાજાએ યર્મિયાને ગુપ્ત રીતે કહ્યું, “આપણો આ જીવ ઉત્પન્ન કરનાર જીવતા યહોવાના સમ કે, હું તને મારી નાખીશ નહિ, ને જે માણસો તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”


ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


“યહોવા, જે સર્વ દેહધારીઓના આત્માઓનો ઈશ્વર, તે લોકો ઉપર એક માણસને ઠરાવે,


એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે.


પણ યજ્ઞ કરતાં હું દયા‍ ચાહું છું, ’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.”


તોપણ કલ્‍યાણ કરતાં, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતાં, અને અન્‍નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરતાં તે પોતાને વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.”


કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.


અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું કે, તે તેને પાછું ભરી આપવામાં આવે?


યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


Lean sinn:

Sanasan


Sanasan