Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બેરિયામાં પણ પ્રગટ કરે છે ત્યારે તેઓ ત્યાં પણ આવ્યા, અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 થેસ્સાલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં પણ ઈશ્વરના સંદેશનો પ્રચાર કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ટોળાને ઉશ્કેરવા અને ધાંધલ મચાવવા આવી પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:13
14 Iomraidhean Croise  

(પણ આહાબ જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવાને માટે પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો.


ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.


જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે, ના; પણ તેથી ઊલટું ભાગલા પાડવા [આવ્યો છું].


પણ અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની વિરુદ્ધ વેરભાવ ઉત્પન્‍ન કર્યો.


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.


પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; એઓ તેની સાથે આસિયા સુધી ગયા.


તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો.


તેઓ લોકોને, વડીલોને તથા શાસ્‍ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.


ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં;


Lean sinn:

Sanasan


Sanasan