Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 થેસ્સાલોનિકાના લોકો કરતાં બેરિયાના લોકો ઉમદા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઉલનું કહેવું ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રમાંથી દરરોજ સંશોધન કરતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:11
34 Iomraidhean Croise  

તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.


વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તમારાં શાસનો પાળ્યાં છે.


તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.


હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.


જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વત્તાની વૃદ્ધિ કરે; અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે;


રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો.


જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની સમજમાં વૃદ્ધિ થશે.


યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે.


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


પણ મેં તને રોપ્યો, તે સમયે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો, ને તદ્દન શુદ્ધ બીજ હતો; તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો છે?


અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”


આપણામાં બની ગયેલા બનાવોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે.


દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો;


પણ ઇબ્રાહિમ કહે છે, ‘તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે. તેઓનું તેઓ સાંભળે.’


તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્‍ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.”


પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”


તમે શાસ્‍ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.


માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”


હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓના સાંભળવામાં આવ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરની વાતનો અંગીકાર કર્યો છે.


તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.


ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.


મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


અને તમે ઘણી વિપત્તિઓ સહન કરીને પવિત્ર આત્માના આનંદસહિત [પ્રભુની] વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.


તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તે જ [વચન] તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે.


તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે [અધર્મી પુરુષ] પ્રગટ થશે.


માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને [તમારા હ્રદયમાં] રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.


નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan